મધમાખી ઉછેર માટે બાગાયતી યોજના

મધમાખી ઉછેર માટે બાગાયતી યોજના આઇ ખેડૂત પોર્ટલ ચાલુ થઈ ગયું છે..જેમાં મધમાખી માટેની યોજના શરૂ થઈ ચૂકી છે જેમાં બાગાયત વિભાગમાં યોજના ક્રમાંક 55, યોજના ક્રમાંક 56 અને યોજના ક્રમાંક 71. જેમાં મધમાખી (સમૂહ કોલોની) અને મધમાખી હાઇવ્ માટેની અરજીઓ આપ કરી શકો છો.

  • યુનિટ કોસ્ટ- રૂ.૨૦૦૦/ હાઇવ • ખર્ચના ૪૦% • ૫૦ કોલોની / લાભાર્થી સુધી
  • યુનિટ કોસ્ટ- રૂ.૨૦૦૦/ ૮ ફ્રેમની કોલોની માટે • ખર્ચના ૪૦% • ૫૦ કોલોની/લાભાર્થી સુધી
  • MIDH ગાઇડલાઇન મુજબ
  • રાજય સરકારશ્રીની વધારાની ૧૫% પુરક સહાય •
  • બાગાયતી પાકોમાં પરાગનયનનાં હેતુ માટે જ આ ઘટક હેઠળ સહાય આપવાની રહેશે.
  • લાભાર્થી દ્વારા નેશનલ બી બોર્ડ / કૃષિ યુનિવર્સીટી /કે.વી.કે./સેન્ટર ઓફ એક્સલન્સ જેવી સંસ્થાઓ પાસેથી તાલીમ મેળવ્યા બાદ સહાય ચુકવવાની રહેશે તથા પ્રાયોગિક ધોરણે લાભાર્થી દીઠ ૧૦ પેટી સુધી સહાય ચુકવી, જિલ્લા કક્ષાનાં અધિકારીશ્રી દ્વારા લાભાર્થી પ્રાયોગિક ધોરણે મધમાખી પાલનમાં સફળ થાય તે અંગે ચકાસણી કરી અન્ય ૪૦ પેટી માટે સહાય ચુકવી શકાશે.